તમને પણ આવે છે રોજ વધારે પડતી આળશ ને ઊંઘ? તો જાણી લ્યો શું હોય શકે કારણ..
તમને પણ આવે છે રોજ વધારે પડતી આળશ ને ઊંઘ? તો જાણી લ્યો શું હોય શકે કારણ..
મિત્રો, ઓફિસ મા કાર્ય કરતો કોઈ એમ્પલોય હોય, કોઈ ઘર ની ગૃહિણી હોય કે અભ્યાસ કરતો કોઈ વિદ્ધાર્થી હોય સૌ કોઈ મા એક સામાન્ય સમસ્યા હોય છે અને તે છે સતત અનુભવાતો થાક અને આળસ. લાંબા સમયગાળા સુધી શારીરિક રીતે થાકોડો અનુભવાતો હોય તથા માનસિક થાક અનુભવાતો હોય તો તેના પ્રત્યે જરાપણ બેદરકારી દાખવવી નહીં. આ થાક નું સૌથી વિશેષ કારણ કંઈ હોય છે તો તે છે ઓછી ઊંઘ.
એક રિપોર્ટ મુજબ દર ત્રણ વ્યક્તિ માંથી એક વ્યક્તિ પુરતી ઊંઘ કરતો નથી અને પરિણામે તે અસહનીય પીડાઓ થી પીડાય છે. ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વ્યક્તિઓ એ નિયમિત ૭-૮ કલાક ની ઊંઘ લેવી આવશ્યક હોય છે. આ થાક અને આળસ આવવા ની સમસ્યા ને ક્રોનિક ફૈટીગ સિંડ્રોમ તરીકે ઓળખવા મા આવે છે. આ સમસ્યા એવી સ્થિતિ છે જે છ મહિના કે તેના કરતાં પણ વધારે સમય સુધી કોઈપણ પ્રકાર ના સંકેત વગર રહે છે.
આ આપણાં માટે જાનલેવા સાબિત થઈ શકે છે. તેની અસર યાદશક્તિ પર ખૂબ જ ગંભીર રીતે થાય છે. આમ તો વિશ્વ માં થાક નો કોઈ સચોટ ઈલાજ નથી પરંતુ , જો તેના લક્ષણો નિહાળવા મળે તો તેની અસર ઘટાડવા માટે નીચે મુજબ ના ઉપાયો અજમાવી શકાય છે.
v
શારીરિક થાક :
આ શારીરિક થાક ની સ્થિતિ મા વ્યક્તિ તેને સોંપેલ કાર્ય યોગ્ય રીતે કરી શકતી નથી, જે સામાન્ય દિવસો મા સરળતા થી થઈ જતા હોય છે. જેમકે સીડીઓ ચડવી, વોકિંગ કરવા જવું વગેરે. તમે દવાખાના ની મુલાકાત લઈને સ્ટ્રેંથ ટેસ્ટ કરાવી તેની પાછળ નું મુખ્ય કારણ જાણી શકાય છે કે આ સમસ્યા સ્નાયૂ ની નબળાઈ ના કારણે ઉદ્ધભવી છે કે કેમ? આ ઉપરાંત તેના નિદાન માટે અમુક માહિતી પણ મેળવી શકાય છે.
v માનસિક થાક :
આ માનસિક થાક ની સ્થિતિ મા વ્યક્તિ કોઈપણ કાર્ય મા ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. કાર્ય મા તે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે મથી રહ્યો હોય પરંતુ, તેનું મન ચારેય તરફ ભટક્યા જ રાખતું હોય છે. તેમને કાર્ય કરવા માટે પૂરતા પ્રમાણ મા ઊર્જા પ્રાપ્ત થતી નથી તેથી સમસ્યા ઉદ્દભવે છે.
v
થાક અંગે જાણવા જેવી અમુક વિશિષ્ટ બાબતો :
થાક લાગવા પાછળ ના કારણો આપણી મેડિકલ કંડિશન્સ તથા કોઈ હેલ્થ સાથે સંકળાયેલી સમસ્યા પણ જવાબદાર હોઈ શકે છે. અમુક કારણો મા એનીમિયા, થાયરોઈડ, ડાયાબિટીસ, ફેફસાં અને હૃદયરોગ જેવી બીમારીઓ નો પણ સમાવેશ થયેલો છે. ડાયાબિટીસ જેવા રોગ નો યોગ્ય સમયે નિદાન કરવામાં આવે તો થાક દૂર થાય છે. અમુક કિસ્સા મા સ્વચ્છ , શુદ્ધ તથા સાત્વિક ભોજન અને નિયમિત વ્યાયામ પણ કામ લાગી શકે છે.
v થાક ના કારણો :
૧) માનસિક થાક ના કારણો મા તણાવ, દુ:ખ, વ્યસન, ચિંતા, સંબંધો મા તણાવ વગેરે નો સમાવેશ થાય છે. અમુક વ્યક્તિઓ ને યોગ્ય સમય મુજબ ઊંઘ ના લેવા ના કારણે પણ માનસિક થાક ઉદ્દભવતો હોય છે.
૨) નિમોનિયા, અસ્થમા, ક્રોનિક ડિઝીસ, હૃદય સાથે સંકળાયેલી બીમારી, એસિડ રિફ્લક્સ, ઈંફ્લેમેટરી બાઉલ ડિસીસ, ફેફસા તથા પાચન સંબંધીત રોગ ના કારણોસર પણ થાક અનુભવાતો હોય છે.
3) લેઈટ નાઈટ સુધી કાર્ય કરતાં, યોગ્ય ઊંઘ ના લેતા લોકોને પણ થાક અનુભવાતો હોય છે. ઊંઘ ના આવવા પાછળ સ્લીપ એપનિયા, નાર્કોલેપ્સી પણ જવાબદાર હોય છે.
૪) જો શરીર મા કોઈપણ પ્રકાર નો દર્દ અનુભવાતો હોય તો તેના કારણે પણ પેશન્ટ ને રાત્રિ ના સમયે ઊંઘ આવતી નથી. આવી સ્થિતિ મા તે લોકો આખો દિવસ થાક ની અનુભૂતિ કરે છે.
૫) આ ઉપરાંત વધારે વજન પણ થાક નું કારણ બની શકે છે. જો તમારા શરીર નું વજન આવશ્યકતા કરતાં વધુ હોય તો તેના થી સ્નાયુ પર દબાણ મા વૃદ્ધિ થાય છે. આ સિવાય વજન ઘટાડવા ની કસરતો દરમિયાન પણ વ્યક્તિ ને થાક નો અહેસાસ થતો હોય છે.
v
થાક સાથે સંકળાયેલા આ લક્ષણો ને અચૂક તથા અવશ્યપણે ધ્યાન મા લેવા :
સ્નાયૂ મા દર્દ , ઉદાસીનતા તથા ઉત્સાહની ક્ષતિ , દિવસ મા ઊંઘ ના આવવી , કોઈપણ નવા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત ના કરી શકવું , પેટ મા દર્દ, કબજિયાત અને સોજા , માથા નો દર્દ , ચિડીયાપણું , નેત્રો મા ઝાંખપ આવી જવી વગેરે થાક સાથે સંકળાયેલા લક્ષણો છે.
થાક નું નિદાન :
પેશન્ટસ ને સામાન્ય રીતે આ સમસ્યા ઉદ્ધભવે ત્યારે ઘેન ની મેડિસીન આપવામાં આવે છે. આ ઉપરાંત સ્પેશિયલ થેરાપી પણ આપવી આવશ્યક છે. દર્દી ને સ્વસ્થ આહાર, નિયમિત વ્યાયામ અને સારી ઊંઘ ની આવશ્યકતા પડે છે. લાંબા સમયગાળા સુધી જો સ્થિતિ મા પરિવર્તન ના આવે તો દાકતર ની સહાયતા અવશ્ય લેવી.
Post a Comment